શનિવાર, 20 એપ્રિલ, 2013
શુક્રવાર, 19 એપ્રિલ, 2013
ગુરુવાર, 18 એપ્રિલ, 2013
ચામુંડા મંદિર પટ્ટણ ઇતિહાસ
ચામુંડા માતાજી મંદિર પટ્ટણ પાતાળેશ્વર મહાદેવ
મંદિરને જિર્ણોદ્ધારની ઝંખના
ફતેપુરાના ભોજેલામાં સેંકડો વર્ષ જુની ત્રણ વાવ અને
શિવમંદિર આવેલ હતું
ફતેપુરા તાલુકાના ભોજેલામાં સેંકડો વર્ષ જૂનું
અતિ પૌરાણિક
પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેની નજીકમાં વાવ
પણ છે. અહીં મોટું તળાવ હતું અને તે
માતાજીના પ્રકોપથી ફૂટી જતાં મંદિર
સહિતનો વિસ્તાર
ખેદાનમેદાન થઇ ગયો હતો. પરંતુ હાલમાં પણ વાવ
તથા મંદિર સહિત ખંડિત મૂર્તિઓ મોજૂદ છે.
ફતેપુરા તાલુકામાં ભોજેલા ગામ આવેલું છે. આ
ગામમાં વર્ષો પહેલાં મોટું વિશાળ તળાવ હતું.
જેમાં રાજસ્થાનમાંથી માછી સમાજના લોકોએ
અહીં આવીને
વસવાટ કર્યો હતો. તેઓ માછીમારી કરી પોતાનું
ગુજરાન
ચલાવતા હતા. આ તળાવની નજીકમાં જ વર્ષો જૂની વાવ
અને પાતાળેશ્વર મહાદેવનું મંદિર હતું અને
તેની પૂજા અર્ચના માછી સમાજના લોકો કરતા હતા.
લોકવાયકા મુજબ આ વિસ્તારમાં મુસલમાન રાજાનું રાજ
ચાલતુ હતું. લોકોને તેના શાસનથી સંતોષ પણ હતો, પરંતુ
રાજાના મનમાં એક માછી જાતિની કન્યા વસી જતાં તેણે
તેની સાથે લગ્ન કરવાની જીદ પકડતાં સમાજ અને
રાજા વચ્ચે ઘર્ષણ થયું હતું.
જેમાં માછી સમાજની કુળદેવી ચામુંડા માતાએ પ્રકોપ
વેરવાથી તળાવ ફાટતાં આ વિસ્તાર ખેદાન મેદાન થઇ
ગયો હતો અને રાજાનો પણ નાશ થયો હતો.
સમય જતાં આ વાવમાંથી રાત્રીના સમયે
માતાજીનાં સ્વરમાં માછી સમાજના ગામમાં અદ્ભુત
પડઘા સંભળાતા હતા. જેથી આ વિસ્તારના લોકોએ
ભેગા મળી માછી સમાજની ભાળ મેળવી તેમને પરત
અહી લાવ્યા હતા. તેઓએ માતાજીને
રીઝવવા તેમની આરાધના કરી મોટો યજ્ઞ કર્યો હતો.
જેથી માછી સમાજના ભક્તને આ વાવમાં મૂર્તિ હોવાનું
સ્વપ્ન
આવ્યું હતું. જેથી સમાજના લોકોએ દીવાની જયોત
પ્રગટાવી તે સ્વરૂપે માતાજીને અહીથી લઇ જઇ
ડીયાપરૂણ
ગામે સ્થાપના કરી હતી. બાવન ગામ માછી સમાજ
દ્વારા ચામુંડા માતાજીનું ભવ્ય મંદિર અહીં બનાવાયું છે.
દર
ચૈત્રી આઠમે અહીં હવન કરાય છે તેમજ મોટો મેળો ભરાય
છે.
વાવમાંથી સીધું પાણી શિવલિંગ પર આવતું હતું
આ પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં વાવમાંથી સીધું
પાણી શિવલિંગ પર આવતું હતું. હાલમાં પણ
અહીં ખોબા આકારના પથ્થર મોજૂદ છે. તેમજ
અહીં માતાજી,
હનુમાનજી તથા અન્ય દેવીની ખંડિત મૂર્તિઓ પણ છે અને
પ્રાચીન લિપિમાં કોતરણી કરેલા પથ્થરો પણ મોજૂદ છે.
લેબલ્સ:
ઇતિહાસ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)